Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 25 September 2026

સંપત્તિ વેચીને તિજોરી ભરતી AMC - 15 દિવસમાં 2550 કરોડના પ્લોટ વેચાણમાં, બોડકદેવમાં 3.10 લાખ પ્રતિ મીટરનો બમ્પર ભાવ!

સંપત્તિ વેચીને તિજોરી ભરતી AMC - 15 દિવસમાં 2550 કરોડના પ્લોટ વેચાણમાં, બોડકદેવમાં 3.10 લાખ પ્રતિ મીટરનો બમ્પર ભાવ!
-Friday World September 26,2016 
અમદાવાદ: એસ.પી. રિંગ રોડની આસપાસ આવેલા નવા વિસ્તારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે સોનાની મરઘી સાબિત થઈ રહ્યા છે. જ્યાં 10 વર્ષ પહેલા ખેતરો અને ખુલ્લી જમીન હતી, આજે ત્યાંના પ્લોટ કરોડોના ભાવે વેચાઈ રહ્યા છે.

AMCએ છેલ્લા 15 દિવસમાં જ કુલ 2550 કરોડ રૂપિયાના પ્લોટ વેચવા કાઢ્યા છે, જેમાં હવે વધુ 11 પ્લોટનું લિસ્ટ જાહેર કર્યું છે.

 ક્યાં કેટલા પ્લોટ અને શું ભાવ?

તાજેતરમાં ગોતા, આંબલી, જગતપુર સહિત 9 પ્લોટ વેચીને 1000 કરોડ લાવવાનું આયોજન કર્યા બાદ હવે AMCએ સોલા, થલતેજ, બોડકદેવ અને મોટેરા વિસ્તારના 11 પ્રાઇમ પ્લોટ હરાજીમાં મૂક્યા છે. આમાંથી 1550 કરોડ રૂપિયાની આવક થવાની આશા છે.

આ 11 પ્લોટમાંથી 6 પ્લોટ પર શોપિંગ કોમ્પ્લેક્સ અને કોર્પોરેટ ઓફિસ બનશે, જ્યારે 5 પ્લોટ પર લક્ઝુરિયસ ફ્લેટ અને બંગલોઝ બનશે.

ભાવની વિગત:
- બોડકદેવ: સૌથી મોંઘો - રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 3.10 લાખ રૂપિયા
- 
- થલતેજ, સોલા, મોટેરા: પ્રતિ ચોરસ મીટર *2.50 થી 2.75 લાખ રૂપિયા

આટલા ઊંચા ભાવ હોવા છતાં બિલ્ડરોની લાઈન લાગી છે, કારણ કે આ વિસ્તારો SG હાઈવે અને મેટ્રો કનેક્ટિવિટીથી પ્રાઇમ બની ગયા છે.

 વિકાસ કે સંપત્તિ વેચાણ? નાગરિકોનો સવાલ

આટલા વર્ષોથી શાસન કરતી ભાજપ વિકાસના બણગા ફૂંકે છે, તો પછી સંપત્તિઓ કેમ વેચવી પડે છે? આ સવાલ હવે સામાન્ય અમદાવાદી પૂછી રહ્યો છે.

નિષ્ણાતો કહે છે કે AMC પાસે ટેક્સ અને ગ્રાન્ટની આવક છે, પરંતુ નવા વિસ્તારોમાં રોડ, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા માટે હજારો કરોડની જરૂર છે. તેના માટે જમીન વેચાણ એ સૌથી સરળ રસ્તો છે.

AMCનું કહેવું છે કે આ પૈસો શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને પાર્ક, શાળા, હોસ્પિટલ જેવી જાહેર સુવિધાઓ પાછળ વપરાશે.

પરંતુ સામે નાગરિકોનું કહેવું છે કે - પ્લોટ વેચાઈ જાય છે, તિજોરી ભરાઈ જાય છે, પણ સુવિધાઓ ક્યારે પહોંચશે તે મોટો પ્રશ્ન છે.

Sajjadali Nayani ✍ 
Friday World September 26,2016 

#Ahmedabad #AMC #AhmedabadPlotAuction #Bodakdev #Thaltej #Sola #Motera #GujaratRealEstate #SPRingRoad #AhmedabadNews