Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 8 March 2025

વૃક્ષારોપણના ફંડથી આઇફોન-લેપટોપ ખરીદી લીધા: સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર પાસેથી માંગ્યો જવાબ

વૃક્ષારોપણના ફંડથી આઇફોન-લેપટોપ ખરીદી લીધા: સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર પાસેથી માંગ્યો જવાબ
ઉત્તરાખંડ સરકારના એક વિભાગે વૃક્ષારોપણના પૈસાને આઇફોન અને ફ્રિજ ખરીદવામાં ઉડાડી દીધા છે. હવે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર દ્વારા આઇફોન અને અન્ય વસ્તુ ખરીદવા માટે CAMPA (Compensatory Afforestation Fund Management and Planning Authority) ફંડના કથિત દુરુપયોગને લઈને બુધવારે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ પાસે આ વિશે જવાબ માંગ્યો છે. 
વૃક્ષારોપણના પૈસાથી આઇફોન ખરીદ્યો
સુપ્રીમ કોર્ટની ખંડપીઠ 1995ની એક જનહિત અરજી ટીએન ગોદાવર્મન vs સ્ટેટ ઑફ ઇન્ડિયા પર સુનાવણી થઈ રહી હતી, જે પર્યાવરણ સંરક્ષણ અને વન સંરક્ષણ આધારિત છે. જેમાં  ભારતના CAG(Comptroller and Auditor General of India)નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે અનુસાર, CAMPA ફંડનો કથિત રીતે આઇફોન, લેપટોપ, ફ્રિજની ખરીદી અને ભવનોના નવીનીકરણ સહિત અસ્વીકાર્ય ખર્ચ માટે કરવામાં આવ્યો છે. CAG રિપોર્ટમાં 2019થી 2022 સુધી કેમ્પા ખર્ચનો ઉપયોગની તપાસ કરવામાં આવી અને તેમાં અનેક નાણાંકીય અનિયમિતતા સામે આવી હતી. આઇફોન, લેપટોપ, ફ્રિજ, કૂલર અને કાર્યાલયના રિનોવેશનના કથિત અનધિકૃત ખરીદી સિવાય ફંડનો કથિત રીતે કોર્ટના કેસ લડવા તેમજ વ્યક્તિગત ખર્ચ માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવ પાસે માંગ્યો જવાબ

જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટીન જૉર્જ મસીહની ખંડપીઠે કહ્યું કે, ફંડનો ઉપયોગ હરિયાળી વધારવા માટે કરવાનો હતો. પરંતુ, તેનો ઉપયોગ અસ્વીકાર્ય ગતિવિધિ માટે કરવો તેમજ અધિનિયમ અનુસાર, વ્યાજને SCAF(State Compensatory Afforestation Fund)માં જમા ન કરવાનો વિષય ગંભીર છે. ખંડપીઠે ઉત્તરાખંડના મુખ્ય સચિવને આ વિશે એક સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય 19 માર્ચ સુધી સંતોષકારક જવાબ ન મળે તો મુખ્ય સચિવને હાજર રહેવાનું કહેવામાં આવશે.