ભાવનગર:શહેર અને જિલ્લામાં પોલીસ તંત્રમાં આંતરિક ફેર બદલી થતી હોય છે. ત્યારે ભાવનગર પોલીસ વડા દ્વારા 2 પીઆઈ (PI) અને 9 પીએસઆઈ (PSI)ની બદલીઓ કરી છે. 21 તારીખના રોજ જિલ્લા પોલીસ વડાએ બદલીનો હુકમ કર્યો હતો. ચાલો જાણીએ ક્યાં કોની થઈ બદલી.
ભાવનગર જિલ્લામાં પોલીસ વડા દ્વારા શહેર અને જિલ્લામાં પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. જો કે આ બદલી પાછળનું કારણ પ્રાથમિક જાહેર હિતમાં કરાઈ હોવાનું જાહેર કર્યું છે. પોલીસમાં બદલી થતા ચર્ચાનો પણ દોર શરૂ થઈ જતો હોય છે.
PI અને PSI ની બદલી: ભાવનગર જિલ્લામાં 21 તારીખના રોજ જિલ્લાના પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલ દ્વારા PI અને PSI ની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં જોઈએ તો PI એસ.વી. શિલ્પીને મહિલા પોલીસ સ્ટેશનમાંથી લિવ રિઝર્વ વિભાગમાં હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે રિઝર્વ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પી.એ. પટેલને મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આમ ભાવનગરના બે PIની બદલી કરવામાં આવી છે.