બનાસકાંઠાના પાલનપુરમાં લવ જેહાદની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. પોલીસે જાવેદ ઉસ્માન મરેડિયા નામના શખ્સની ધરપકડ કરી છે, જેણે ભાગળ ગામની એક હિન્દુ મહિલાને લગ્નની લાલચે ફસાવી હતી. તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ મહિલાને બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું અને તેને ઉનાવાની દરગાહમાં લઈ જઈ ધર્મ પરિવર્તન માટે રાખી હતી. કપડા વેચવાનો વ્યવસાય કરતી મહિલા લાલચમાં ફસાઈ ગઈ હતી. પરિવારને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહિલાને મુક્ત કરાવી અને બુરખો તથા માળા કબજે કર્યા. હિન્દુ સંગઠનોએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે.
પાલનપુરમાં લવ જેહાદનો કિસ્સો: હિન્દુ મહિલા પર ધર્મ પરિવર્તનનું દબાણ, આરોપી ઝડપાયો