સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પોલીસે નકલી ચલણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. થાનગઢ પોલીસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તલાશી લેતાં તેની પાસેથી 500 રૂપિયાના દરની 97 નકલી ચલણી નોટો અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. આ નોટોની કુલ કિંમત 48,500 રૂપિયા થાય છે. પોલીસે બેંકના કર્મચારીઓ દ્વારા નોટોની ચકાસણી કરાવતાં તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેણે આ નકલી નોટો ખાખરાળીના એક શખ્સ પાસેથી મેળવી હતી. આરોપીનું નામ આશિષ મોરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે, જેમાં નકલી નોટોનું નેટવર્ક અને તેના સ્ત્રોતની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા ફેલાણી છે,
થાનગઢમાં નકલી નોટોનો કારોબાર ઝડપાયો: 500ના દરની 97 નકલી નોટો અને મોબાઈલ જપ્ત, આરોપીએ ખાખરાળીના શખ્સ પાસેથી નોટો મેળવ્યાનો દાવો