ગુજરાતના રસ્તાઓથી ત્રસ્ત લોકોને હવે રાહત મળવાની આશા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ગુજરાત મુલાકાત દરમિયાન નેશનલ હાઇવેની દયનીય હાલત પર એક સખત ડોઝિયર સોંપ્યું છે. સીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,
“ગુજરાતમાંથી દર વર્ષે લગભગ 5000 કરોડ રૂપિયાનો ટોલ વસૂલાય છે, પણ રસ્તાઓની હાલત શું છે? અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર પણ ખાડા, રાજકોટ-સોમનાથ હાઇવે ધોવાઈ ગયો, કચ્છ જતા રસ્તા તૂટેલા, નવા બનેલા હાઇવે પર પણ ખાડા પડી જાય છે!”
સીએમએ ગડકરીને એક ખાસ પ્રેઝન્ટેશન આપી, જેમાં દરેક મુખ્ય હાઇવેના ફોટા, ખાડાઓની લંબાઈ-ચૌડાઈ અને સમારકામની ધીમી ગતિના આંકડા રજૂ કર્યા. ખાસ કરીને બે-ત્રણ વર્ષમાં જ તૂટી પડતા નવા રસ્તાઓ પર ગંભીર સવાલ ઉઠાવ્યા.
ગુજરાત સરકારે હવે સીધું કહી દીધું છે કે ટોલ આપણે વસૂલીએ છીએ, પણ રસ્તાની જવાબદારી NHAIની છે. જો રસ્તા નહીં સુધરે તો ટોલ વસૂલાત પર પણ સવાલ ઉભા થશે. લોકોનો રોષ હવે ખુલ્લો થઈ રહ્યો છે: “પૈસા લઈ લીધા, હવે રસ્તા બનાવો!”
સીએમની આ સખત રજૂઆત પછી ગડકરીએ ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે. હવે જોવું એ રહ્યું કે 5000 કરોડના ટોલની સામે ગુજરાતને સરસ રસ્તા મળે કે નહીં!
✒️સજ્જાદ અલી નાયાણી