Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 29 November 2025

“ખેડૂતને ખાતર નહીં મળે, પણ દારૂ હોમ ડિલિવરી થાય છે!” ગેનીબેન ઠાકોરના આકરા પ્રહારથી ગુજરાત સરકાર પરેશાન"

“ખેડૂતને ખાતર નહીં મળે, પણ દારૂ હોમ ડિલિવરી થાય છે!” ગેનીબેન ઠાકોરના આકરા પ્રહારથી ગુજરાત સરકાર પરેશાન"
ગુજરાતના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર ફરી એકવાર આગ પકડાવી દીધી છે. 
એક જાહેર સભામાં બોલતાં તેમણે કહ્યું, “આ દારૂબંધીવાળા ગુજરાતમાં ખેડૂતને યુરિયા-ડીએપી ખાતર મળતું નથી, પણ દારૂની હોમ ડિલિવરી ચાલુ છે! એક ફોન કરો ને ઘરે દારૂ પહોંચી જાય છે. ખેડૂતો રડે છે, લાઈનો લાગે છે, પણ ખાતર નથી મળતું. આ કેવી દારૂબંધી છે?”

 ગેનીબેનનો સીધો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધીનું નામ ફક્ત કાગળ પર છે. ઓનલાઈન એપ, વૉટ્સએપ ગ્રુપ અને હોમ ડિલિવરી દ્વારા દારૂનો ધંધો ખુલ્લેઆમ ચાલે છે, પણ સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે. “જે ગુજરાત મહાત્મા ગાંધીનું છે, તેમાં આજે દારૂની ઘરબેઠાં સેવા ચાલે છે. શરમજનક છે!” તેમણે કહ્યું. 

ખેડૂતોની વેદના પર પણ ગેનીબેને સરકારને ઘેરી: “ખેડૂત રાતભર લાઈનમાં ઊભો રહે તો પણ ખાતર નથી મળતું. બ્લેકમાં બમણા ભાવે ખરીદવું પડે છે. પણ દારૂની એક કોલ પર ડિલિવરી! આ કેવી ખેડૂત હિતૈષી સરકાર છે?”

 ગેનીબેનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની સીધી-સાદી પણ તીખી વાતને સલામ કરી રહ્યા છે. ગુજરાતની દારૂબંધી અને ખેડૂતોની મુશ્કેલીઓ પર ફરી એકવાર મોટો સવાલ ઊભો થયો છે.

✒️સજ્જાદ અલી નાયાણી