Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 29 November 2025

લગ્નમાં ખૂની ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણું ધ્રુજી ઊઠ્યું, 2 મહિલા સહિત 3નાં મોત!

લગ્નમાં ખૂની ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણું ધ્રુજી ઊઠ્યું, 2 મહિલા સહિત 3નાં મોત!
પંજાબના લુધિયાણામાં શનિવારે મોડી રાત્રે એક લગ્ન સમારોહ ખૂની ગેંગવોરનું મેદાન બની ગયો. પક્ખોવાલ રોડ પરના બાથ કેસલ પેલેસમાં ચાલી રહેલા વરઘોડામાં અચાનક 60થી વધુ રાઉન્ડ ગોળીબાર થતાં આખું વાતાવરણ યુદ્ધક્ષેત્ર જેવું બની ગયું. આ અંધાધૂંધ ફાયરિંગમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોનાં કરુણ મોત નિપજ્યા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા.

 જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટર વરિન્દર કપૂરના ભત્રીજાના લગ્નમાં અંકુર ગેંગ અને શુભમ મોટા ગેંગના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંકુર ગેંગના સભ્યો પહેલેથી હાજર હતા. મોડી રાત્રે શુભમ મોટા ગેંગના લોકો પહોંચતાં જ જૂની અદાવત સપાટી પર આવી અને પલકવારમાં ગોળીઓનો વરસાદ શરૂ થયો.

 ઘાયલોને તાત્કાલિક ડીએમસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી ખોખ્ખા કબ્જે કરી તપાસ શરૂ કરી દીધી છે. શું ખુશીનો માહોલ ખૂનખાર બની શકે છે, એનું જીવતું ઉદાહરણ લુધિયાણાએ જોયું.