Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 14 December 2025

સલામત સવારી મા દારૂ નીડિલીવરી: એસટી બસમાંથી 122 દારૂની બોટલો ઝડપાઈ! જૂનાગઢ પોલીસની સફળ કાર્યવાહી

સલામત સવારી મા દારૂ નીડિલીવરી: એસટી બસમાંથી 122 દારૂની બોટલો ઝડપાઈ! જૂનાગઢ પોલીસની સફળ કાર્યવાહી
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે હેરાફેરીના પ્રયાસો અવારનવાર સામે આવતા રહે છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં એક મોટી કાર્યવાહી દરમિયાન ઉનાથી પોરબંદર જતી GSRTCની એસટી બસમાંથી 122 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીના નેટવર્ક પર સવાલ ઉભા કર્યા છે.

 મળતી માહિતી અનુસાર, શીલ પોલીસ સ્ટેશનને ગુપ્ત બાતમી મળી હતી કે આ બસમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે તુરંત ચેકિંગ હાથ ધર્યું. બસની તલાશી લેતાં એક બેગમાંથી 122 બોટલો મળી આવી, જેની કિંમત લાખો રૂપિયામાં હોવાનો અંદાજ છે. 

પોલીસે બસના ડ્રાઈવર અને કંડક્ટરની પૂછપરછ કરી હતી. જોકે, આ બેગ કોની છે અને તેને કોણે બસમાં મૂકી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે અને આ મામલે આરોપીઓની શોધખોળ ચાલુ છે. 

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી ચિંતાજનક છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગર્સને મોટો ફટકો પડ્યો છે, અને તેમના નેટવર્કને તોડવા માટે વધુ સતર્કતા જરૂરી છે.
સજ્જાદ અલી નાયાણી ✍