Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 20 December 2025

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
માહિતી બ્યુરો, ભાવનગર

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. 

આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો તેમજ કલેકટરશ્રીની રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.   

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધીક્ષક શ્રી નીતીશ પાંડેય, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા, નાયબ વન સંરક્ષક શ્રી વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, મદદનીશ કલેકટરશ્રી પ્રતિભા દહિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
------
કૌશિક✍