આજરોજ સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ભાવનગર ખાતે ઈનર વ્હીલ ક્લબ દ્વારા" ઓરેન્જ ધ વર્લ્ડ " શિર્ષક હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ભાવનગર ના અધિકારી શ્રી તેમ જ તેમની ટીમ ના તમામ સભ્યો દ્વારા POSCO વિશે તેમ જ અભયમ્ ની ટીમ દ્રારા પણ મહિલાઓની જાગૃતીમાં અભયમ્ ની ટીમની ભુમિકા વિશે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈનર વ્હીલ ક્લબ ના પ્રેસિડેન્ટ એકતાબેન શેઠ દ્વારા આવા કાર્યક્રમોની ઉપયોગિતા જણાવી દરેક દીકરી આ કાર્યક્રમની માહિતી મેળવે અને જાગૃત બને તેવી વાત કરી હતી. કાર્યક્રમમાં ડૉ. રાજેશ્રી બેન દ્વારા મહિલા ને થતી ધરેલું હિંસા વિષય પર ખુબ જ અસરકારક વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ તકે એકતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમ જ ઈનર વ્હીલ ક્લબ ના પ્રેસિડેન્ટ એકતાબેન શેઠ તથા તમામ મહાનુભાવોનું આચાર્ય શ્રી એચ. જી. દવે દ્રારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈનર વ્હીલ ક્લબના તમામ મેમ્બર્સ ઓરેન્જ ડ્રેસમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કે. ડી. જોષી એ કર્યું હતું. અને વાય. જી. ઝાલા એ આભાર વિધિ કરી હતી. માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
ભાવનગર સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ મા યોજાયો ઇનર વ્હીલ ક્લબ દ્વારા ઓરેન્જ ધ વર્લ્ડ શિર્ષક હેઠળ શાનદાર કાર્યક્રમ