Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 12 December 2025

"ગુજરાતનો કિનારો ધીમે-ધીમે ગરકાવ થઈ રહ્યો છે: બે ટાપુઓ ગાયબ, સુંદરવનનું કુદરતી કવચ ખતમ થઈ રહ્યું છે!"

"ગુજરાતનો કિનારો ધીમે-ધીમે ગરકાવ થઈ રહ્યો છે: બે ટાપુઓ ગાયબ, સુંદરવનનું કુદરતી કવચ ખતમ થઈ રહ્યું છે!"
આબોહવા પરિવર્તનનો કહેર: દરિયો ગળી રહ્યો છે જમીન, હવે શહેરો પર આવી રહ્યું છે જોખમ

 બંગાળ ના સુંદરવનના મેન્ગ્રોવ જંગલોને વિશ્વનું સૌથી મજબૂત કુદરતી કવચ માનવામાં આવે છે, પરંતુ આબોહવા પરિવર્તન અને સમુદ્રનું વધતું સ્તર આ કવચને જ નષ્ટ કરી રહ્યું છે. છેલ્લા 30 વર્ષમાં બે ટાપુઓ – બંગાળ ના ભાંગડુની અને જંબુદ્વીપ – લગભગ અદૃશ્ય થઈ ગયા છે. 

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI)ના 2023ના અહેવાલ મુજબ, ભારતમાં કુલ મેન્ગ્રોવ કવર 4,992 ચોરસ કિમી છે, પરંતુ 2021થી તેમાં 7.43 ચોરસ કિમીનો ઘટાડો થયો છે. 
સુંદરવનના દક્ષિણ કિનારે ભાંગડુની ટાપુની વાત દુ:ખદ છે. 1975માં તે લીલોછમ મેન્ગ્રોવથી ઢંકાયેલો હતો, પરંતુ 1991 સુધીમાં તે સંકોચાઈ ગયો.
 દરિયાઈ મોજાં અને વધતા મીઠાને કારણે મેન્ગ્રોવના મૂળ નબળા પડ્યા. 2016 સુધીમાં તેનું કદ અડધું થઈ ગયું હતું. FSIના અનુપમ ઘોષના જણાવ્યા મુજબ, 1991થી 2016 વચ્ચે 23 ચોરસ કિલોમીટર જમીન દરિયામાં ગરક થઈ ગઈ. 
જંબુદ્વીપની હાલત પણ સમાન છે. 1991માં તે મોટો હતો, પરંતુ 2016 સુધીમાં તેનું કદ અને સ્થાન બંને બદલાઈ ગયા.
 નાસા અને WWFના 2024-2025ના સેટેલાઇટ ડેટા મુજબ, સુંદરવનમાં જમીન વાર્ષિક 3 સેન્ટિમીટરની ઝડપે ડૂબી રહી છે – જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણી છે. સુંદરવનમાં 102 ટાપુઓ છે, જેમાંથી 50થી વધુ વસ્તીવાળા છે, પરંતુ ચાર પહેલેથી જ ગાયબ થઈ ચૂક્યા છે.
 WWF-INCOIS 2025 અહેવાલ મુજબ, ઘોરમારા, મૌસુની અને સાગર ટાપુઓ ગંભીર જોખમમાં છે. સાગર ટાપુએ 30 ચોરસ કિમી જમીન ગુમાવી છે અને 2030 સુધીમાં સુંદરવનના 15% વિસ્તાર ડૂબી શકે છે. 

આ જોખમ માત્ર સુંદરવન સુધી મર્યાદિત નથી. આંદામાન-નિકોબારમાં 1 ચોરસ કિમી મેન્ગ્રોવ નષ્ટ થયા છે, જ્યારે લક્ષદ્વીપના નીચાણવાળા ટાપુઓ પણ ખતરામાં છે. દરિયાકાંઠાના શહેરો પર પણ સંકટ છે. IDR 2024 મુજબ, 2050 સુધીમાં ભારતના 113 શહેરો જોખમમાં છે 

– ગુજરાતમાં ભાવનગર (87 સેમી સમુદ્ર સ્તર વધારો), કોચી, વિશાખાપટ્ટનમ (62 સેમી), મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ. WRI અનુસાર, 2050 સુધીમાં 1500 ચોરસ કિલોમીટર જમીન ધોવાણથી ગુમ થશે. આબોહવા પરિવર્તનનો આ કહેર રોકવા માટે તાત્કાલિક પગલાં જરૂરી છે.
 મેન્ગ્રોવનું સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવું જ જીવનરક્ષક બની શકે છે. 
 સજ્જાદ અલી નાયાણી✍🏼