અમદાવાદ, તા. ૭: ધોળકા પોક્સો કોર્ટે સગીરા (૧૭ વર્ષ ૬ મહિના) સાથે લગ્નની ખોટી લાલચ આપી અપહરણ કરી જુનાગઢ અને ભાવનગરના બગદાણામાં બળાત્કાર ગુજારનાર યુવકને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૪,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
આરોપી સંજયભાઈ રણજીતભાઈ આંબલીયા (ઉં.વ. ૨૬, રહે. ગોગલા, તા. ધોળેરા)એ પીડિત સગીરાને પ્રેમ અને લગ્નનું પ્રલોભન આપી ઘરેથી ભગાવી લીધી હતી. ત્યારબાદ જુનાગઢ અને બગદાણામાં તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
કેરાળા જીઆઇડીસી પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંનેને બગદાણાથી ઝડપી પાડ્યા હતા. તપાસ અધિકારીએ નક્કર પુરાવા એકઠા કરી ચાર્જશીટ દાખલ કરી હતી. વકીલોની દલીલો અને પુરાવાના આધારે ધોળકા પોક્સો કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની કડક સજા સાથે દંડની ફટકારી છે. ચુકાદા બાદ આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો છે.
આ ચુકાદાથી સમાજમાં બાળ લૈંગિક સુરક્ષાને લઈ સકારાત્મક સંદેશો ગયો છે.