Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 8 December 2025

૯૫ કેદીઓના મોત સાથે કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત નંબર-૧! NHRCએ ખોલી સરકાર અને ખાખીની પોલ, હવે શું થશે?

૯૫ કેદીઓના મોત સાથે કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત નંબર-૧! NHRCએ ખોલી સરકાર અને ખાખીની પોલ, હવે શું થશે?

અમદાવાદ: ગુજરાતમાં પોલીસ હિરાસતમાં મોતનો આંકડો ડરાવી રહ્યો છે. છેલ્લાં ૬ વર્ષમાં ૯૫થી વધુ આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં જ જાન ગુમાવી છે.

 રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના તાજા રિપોર્ટે ગુજરાતને દેશમાં કસ્ટોડિયલ ડેથમાં પ્રથમ ક્રમે મૂકી દીધું છે. 

આ આંકડો માત્ર એક નંબર નથી, એ ખાખી વર્દીની કામગીરી પર સવાલ છે, રાજ્ય સરકારની નીતિઓ પર સવાલ છે અને માનવ અધિકારોના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો પુરાવો છે. 

તાજેતરમાં જ સુરેન્દ્રનગરના પટડીમાં ૨૫ વર્ષીય ગજેન્દ્રસિંહ જાલાનું પોલીસ લૉકઅપમાં મોત થયું. પોલીસ કહે છે આત્મહત્યા, પરિવાર કહે છે યાતનાઓનું પરિણામ. 

આ એકલો કિસ્સો નથી. વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, ૨૦૧૮-૧૯માં ૧૩, ૨૦૧૯-૨૦માં ૧૨, ૨૦૨૧-૨૨માં ૨૪ અને ૨૦૨૨-૨૩માં ૧૫ કસ્ટોડિયલ ડેથ થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ ૧૫-૧૬ લોકો પોલીસ હિરાસતમાં મરી રહ્યા છે! 
સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા બંધ છે? ૨૦૧૮ અને ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે બે વખત આદેશ આપ્યો કે દરેક પોલીસ સ્ટેશન, તપાસ એજન્સીની ઓફિસમાં નાઈટ વિઝન-ઓડિયો રેકોર્ડિંગવાળા સીસીટીવી લગાવવા અને ફૂટેજ ૧૮ મહિના સુધી સાચવવા. પણ ગુજરાતમાં આજે પણ અડધાથી વધુ પોલીસ સ્ટેશનોમાં કેમેરા નથી કે પછી બંધ પડ્યા છે. 

સવાલ એ ઊભો થાય છે કે જો પોલીસ નિષ્પક્ષ છે તો પારદર્શિતાથી ડર કેમ? NHRCના રેકોર્ડ પ્રમાણે ૨૦૦૯થી ૨૦૨૩ સુધી દેશમાં ૨૮,૨૫૮ કસ્ટોડિયલ મોત થયા, જેમાં ગુજરાતનો હિસ્સો સૌથી મોટો છે. આમાંથી મોટા ભાગના કેસમાં ન તો FIR થઈ, ન તો કડક કાર્યવાહી થઈ. માત્ર મુઆવજાની ભલામણો થઈ અને ફાઈલો બંધ થઈ ગઈ. 
આજે ગુજરાતની જેલોમાં ક્ષમતા ૧૩,૯૯૯ કેદીઓની છે, ત્યાં ૨,૫૯૮ વધારાના કેદીઓ ઠાંસી ઠાંસીને રાખવામાં આવ્યા છે. ઓવરક્રાઉડિંગ, યાતના, સમયસર ઈલાજનો અભાવ એ જ મોતનું કારણ બની રહ્યા છે.

 હવે સવાલ એ છે: ગાંધી-સરદારની આ ધરતી પર ખાખી વર્દીમાં બેઠેલા લોકો પોતાની જવાબદારી ભૂલી ગયા છે? સરકાર માનવ અધિકારોની વાતો તો ખૂબ કરે છે, પણ જમીન પર અમલ ક્યાં છે? જ્યાં સુધી સીસીટીવી ચાલુ નહીં થાય, સ્વતંત્ર તપાસ નહીં થાય અને દોષિત અધિકારીઓને સજા નહીં થાય, ત્યાં સુધી આ મોતનો સિલસિલો ચાલુ રહેશે. ગુજરાતની જનતા પૂછી રહી છે – ખાખીની આબરૂ કોણ બચાવશે? અને કેદીઓનો જીવ કોણ બચાવશે? 

સજ્જાદ અલી નાયાણી✍