નવી દિલ્હી: ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી કે ઇસ્લામ અપનાવ્યા પછી પણ અનુસૂચિત જાતિ (SC)ના અનામતનો લાભ ઉઠાવી રહેલા લોકોની મુશ્કેલી હવે વધવાની છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSCSC)એ દેશભરમાં મોટું અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ અભિયાન હેઠળ એ તમામ લોકોને શોધવામાં આવશે જેમણે ધર્મ બદલ્યો છતાં SC કોટામાં નોકરી, પ્રવેશ કે અન્ય લાભો મેળવ્યા છે.
જો ધર્મ બદલનાર SC વ્યક્તિ અનામત ગુમાવે છે, તો પૂરા સમાજને એકસાથે OBCમાં નાખીને અનામત આપવામાં આવે છે – એ બંધારણનું ઉલ્લંઘન નથી? શું આ પણ “સામાજિક ન્યાય”ના નામે બંધારણીય જોગવાઈઓનો દુરુપયોગ નથી?
બંધારણની કલમ-341 અને 1950ના રાષ્ટ્રપતિ આદેશ મુજબ ફક્ત હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના અનુસૂચિત જાતિના લોકો જ અનામત માટે પાત્ર છે. ખ્રિસ્તી કે મુસ્લિમ બનેલી વ્યક્તિ આ લાભ માટે અયોગ્ય ગણાય છે. છતાં દેશના ઘણા રાજ્યોમાંથી એવી બહોળી ફરિયાદો મળી છે કે લોકો ધર્મ બદલીને પણ જૂના જાતિ પ્રમાણપત્રનો ઉપયોગ કરી રહ્યા છે.
NCSCના અધ્યક્ષે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને સૂચના આપી છે કે: - તમામ સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં SC કેટેગરીમાં નોકરી-પ્રવેશ લીધેલા દરેક વ્યક્તિના જાતિ તથા ધર્મના દસ્તાવેજોની ફરી તપાસ કરવામાં આવે.
- ધર્માંતરણ થયું હોવાના કેસમાં તુરંત અનામત લાભ પરત લેવડાવવા મા આવે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
આ પગલું અલ્હાબાદ હાઈકોર્ટના તાજેતરના ચુકાદા અને 2024ના સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી લેવાયું છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે “ફક્ત અનામતના લાભ માટે ધર્મ પરિવર્તન કરવું એ બંધારણ સાથે છેતરપિંડી છે.” બીજી તરફ એક મોટો સવાલ પણ ઊભો થયો છે:
જો ધર્મ બદલનાર SC વ્યક્તિ અનામત ગુમાવે છે, તો પૂરા સમાજને એકસાથે OBCમાં નાખીને અનામત આપવામાં આવે છે – એ બંધારણનું ઉલ્લંઘન નથી? શું આ પણ “સામાજિક ન્યાય”ના નામે બંધારણીય જોગવાઈઓનો દુરુપયોગ નથી?
આ અભિયાનથી હજારો નોકરીઓ તથા પ્રવેશો રદ થવાની શક્યતા છે. જે લોકોએ ખોટા પ્રમાણપત્રના આધારે લાભ લીધો છે તેમની સામે FIR અને નાણાંની વસૂલાતની કાર્યવાહી પણ થઈ શકે છે. આગામી થોડા મહિનાઓમાં દેશના અનામત વ્યવસ્થામાં મોટું “શુદ્ધિકરણ” જોવા મળવાનું છે.
પરંતુ સાથે જ એ પ્રશ્ન પણ ઊભો છે કે અનામતના નામે થતા આ રાજકારણનો અંત ક્યારે આવશે?