Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 28 October 2025

ઈરાનમાં બંધક બનેલા ૪ ગુજરાતી યુવકો વતન પરત ફર્યા: પરિવારમાં રાહત, પરંતુ પૂછપરછનો દોર ચાલુ – આ લાલચની લાંબી સાઈડ ઈફેક્ટ કે અન્ય કોઈ રહસ્ય?

ઈરાનમાં બંધક બનેલા ૪ ગુજરાતી યુવકો વતન પરત ફર્યા: પરિવારમાં રાહત, પરંતુ પૂછપરછનો દોર ચાલુ – આ લાલચની લાંબી સાઈડ ઈફેક્ટ કે અન્ય કોઈ રહસ્ય?
ઓસ્ટ્રેલિયાના સ્વપ્નની લાલચમાં ઈરાનના તેહરાનમાં બંધક બનાવાયેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવકો આખરે સુરક્ષિત વતન પરત ફર્યા છે. વાયા દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા આ ચારેય યુવકોને જોતાં જ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ આ ઘટના પાછળની વાત હજુ અધૂરી છે – શું આ માત્ર લાલચની સાઈડ ઈફેક્ટ છે કે પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? વતન પરત ફર્યા બાદ આ ચારેયને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાં લવાયા હતા. જોકે, ચારમાંથી માત્ર બે યુવકોને ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ માટે રોકવામાં આવ્યા, જ્યારે બાકીના બેની તબિયત ખરાબ હોવાના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા. આ ઘટના માનવ તસ્કરીના જાળામાં ફસાયેલા યુવકોની વાસ્તવિકતા ઉજાગર કરે છે, જ્યાં વિદેશ જવાની લાલચમાં જીવનું જોખમ ઉઠાવવું પડે છે.