Monday, 12 May 2025

‘આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે:ભાજપના કોર્પોરેટરે બીજેપીના ગ્રૂપમાં પોસ્ટ મૂકી, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે

આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે:ભાજપના કોર્પોરેટરે બીજેપીના ગ્રૂપમાં પોસ્ટ મૂકી, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે
એકની એક પોસ્ટ અલગ-અલગ શહેર અને જિલ્લ
 માથી અલગ-અલગ નેતાઓએ પોસ્ટ કરી છે 

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે, ત્યારે રાજકોટ ભાજપના એક કોર્પોરેટરની પોસ્ટે વિવાદ જગાવ્યો છે. RAJKOT BJP નામના ગ્રૂપમાં કોર્પોરેટર ચેતન સુરેજાએ પોસ્ટ મૂકી હતી કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે…(જો આ પાછું નવું આવ્યું).’ ગ્રૂપમાં પોસ્ટ મુકાતા સૌ કોઇ સ્તબ્ધ થઈ ગયા હતા જોકે કોઇએ આ બાબતે કોઇ રિપ્લાય પણ આપ્યો ન હતો.

10 મેના રોજ સીઝફાયર કરાયું તે સંદર્ભે પણ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જેવી સ્થિતિ છે. બીજી બાજુ ભારતની ત્રણેય પાંખના વડાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને દરેક બાબતે સ્પષ્ટતા પણ કરી દીધી છે. જોકે કેટલાક નાગરિકો મજાક ઉડાવતી પોસ્ટ અલગ અલગ માધ્યમોથી મૂકી રહ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં ભારત વિરોધી પોસ્ટ મૂકનારા સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે અને આવા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

દરમિયાન RAJKOT BJP નામના વોટ્સએપ ગ્રૂપમાં અચાનક જ એક પોસ્ટ મૂકવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, વધુ જોવું હોય તો 400 સીટ આપવી પડે. આ પોસ્ટ વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ મૂકી હતી. આ પોસ્ટે રાજકોટ શહેર ભાજપના ટોચના હોદ્દેદારોને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ભાજપના આ ગ્રૂપમાં 462 જેટલા સભ્ય છે જેમાં રાજકોટના ચારેય ધારાસભ્ય, તમામ કોર્પોરેટર ઉપરાંત પૂર્વ અને વર્તમાન હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે. આ પોસ્ટ થકી કોર્પોરેટર ચેતન સુરેજા શું કહેવા માગે છે તે તો તેઓની પૂછપરછ થાય તો જ ખ્યાલ આવે.

ભાજપના નેતાએ મૂકેલી પોસ્ટ

મેં તો અમસ્તા મસ્તીમાં પોસ્ટ મૂકી છે

આ પોસ્ટ ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ મૂકી છે કે કેમ તે અંગેની ખરાઈ કરવા માટે તેમનો સંપર્ક કરવામાં આવતા સુરેજાએ કહ્યું હતું કે, ‘અમસ્તા જ મસ્તીમાં આ પોસ્ટ મૂકી છે, મારો કોઈ બીજા ઈરાદો ન હતો અને આ પોસ્ટ મારી નથી પરંતુ મને બેંગ્લોરથી કનુકાકાએ મોકલાવી હતી જે મેં માત્ર ફોરવર્ડ કરી છે તેમાં કેટલાક શબ્દો મેં પોતે લખ્યા છે બાકી આ પોસ્ટ મને અન્ય જગ્યાએથી આવી હતી.’