Sunday, 1 June 2025

કોંગ્રેસ નેતાની પોસ્ટથી હોબાળો: 'મારું નહીં તો રાહુલજીનું તો માનો! બી ટીમ, ફૂટેલી કારતૂસોને કાઢવામાં શું દુઃખે છે?'

કોંગ્રેસ નેતાની પોસ્ટથી હોબાળો: 'મારું નહીં તો રાહુલજીનું તો માનો! બી ટીમ, ફૂટેલી કારતૂસોને કાઢવામાં શું દુઃખે છે?'
ગુજરાત કોંગ્રેસ થી ખાટી ખારેક ને હટાવો પાયાના કાર્યકર ને તક આપો કાર્યકર કામ કરે અને સેટિંગ વાળા આવી ને ગોઠવાઈ જાય એટલે અડધા થી વધુ કાર્યકર નિષ્ક્રિય છે

કોંગ્રેસ મા રહી ને જ સેટિંગયા નેતા ઓનો વિરોધ કરો ખોરી ખારેક એમજ સમજે છે કે કોંગ્રેસ પોતાની પેઢી છે ?
કડી અને વિસાવદર બેઠકમાં હજુ તો ઉમેદવાર પસંદ થાય તે પહેલાં કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રદેશ કોંગ્રેસ નેતાઓ સામે વિરોધનો બૂંગિયો ફૂંક્યો છે. પક્ષના ગદ્દારોને હાંકી કાઢો તેવી મેવાણીએ માંગ બુલંદ બનાવી છે. એટલુ જ નહીં પક્ષના આંતરિક ડખાંને લીધે મેવાણી નારાજ છે. પેટાચૂંટણી વખતે જ કોંગ્રેસમાં જૂથવાદ વકરતાં ભાજપના નેતાઓ ગેલમાં આવ્યાં છે. યુવા-નવા ચહેરોઓને તક આપી ગુજરાત કોંગ્રેસના માળખાને મજબૂત બનાવવા હાઇકમાન્ડ મથામણ કરી રહ્યુ છે ત્યારે રાહુલ ગાંધીની શિખામણ ઝાંપા સુધી જ રહી છે. 

જિજ્ઞેશ મેવાણી અને પ્રદેશ નેતાઓ વચ્ચે રાજકીય જંગ

કડી અને વિસાવદરની પેટાચૂંટણી જીતવા માટે ભાજપ અને આપે કમર કસી છે. ત્યારે કોંગ્રેસમાં આંતરિક ડખાં થયાં છે. કોંગ્રેસના નેતાઓ આમને સામને આવ્યાં છે. જિજ્ઞેશ મેવાણી અને પ્રદેશ નેતાઓ વચ્ચે રાજકીય જંગ શરૂ થયો છે. કડી બેઠકમાં પ્રભારીની જવાબદારી પણ મેવાણીએ સ્વિકારી નથી. એટલું જ નહીં, પેટાચૂંટણીની બેઠકોમાં ય જવાનું બંધ કરી દીધુ છે. આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ 'x' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'હવે તો, બીજા પક્ષના નેતાઓ પણ કહી રહ્યાં છે કે, તમારા પક્ષમાં તો નરી ફુટેલી કારતૂસો જ છે. કાઢોને કોની રાહ જુઓ છો. ભાજપની બી ટીમ, ફુટેલી કારતૂસો, સામેના કેમ્પ સાથે સેટિંગ કરનારાં અને લગ્નના ઘોડા, આ બધાને કોંગ્રેસમાંથી કાઢવામાં દુ:ખે દુ:ખે છે. ક્યાં? મારું નહીં તો રાહુલજીનું તો માનો.

મેવાણીએ પ્રદેશ નેતાઓ સામે મોરચો માંડ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ-નેતાઓ સામે આડકતરો આક્ષેપ કરાયો છે કે, ભાજપ સાથે ભળેલાં કોંગ્રેસી નેતાઓને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જ છાવરી રહ્યાં છે. જ્યાં સુધી પક્ષના ગદારોને પક્ષમાંથી હાંકી કાઢવામાં નહી આવે ત્યાં સુધી કોંગ્રેસ ગુજરાતમાં વિપક્ષની પણ ભૂમિકા ભજવી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, આજે કડીમાં કોંગ્રેસનું સંમેલન યોજાયુ હતું જેમાં પણ ધારાસભ્ય મેવાણી દેખાયાં ન હતાં. આમ, પેટાચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં જૂથવાદે માઝા મૂકી છે.

કોંગ્રેસ કડી-વિસાવદરના ઉમેદવાર જાહેર નહી કરે 

કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જૂથવાદને લીધે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે નહીં. સોમવારે બંને બેઠકો પર પસંદ થયેલાં ઉમેદવારો ફોર્મ ભરવા જશે. રવિવારે જે તે ઉમેદવારને જાણ કરી દેવાશે. જ્યારે ભાજપ રવિવારે સાંજ સુધીમાં ઉમેદવારોના નામોના ઘોષણા કરી શકે છે. કડીમાં ગુજરાતી ફિલ્મ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાનું નામ ટોપ પર છે. જ્યારે વિસાવદરમાં ભૂપત ભાયાણી અથવા હર્ષદ રિબડીયામાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતીમાં રેલી યોજી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સોમવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે.